Tuesday 5 November 2019

આર્મેચર રીએક્શન શું છે?


"એન્જિનિરીંગ હવે ગુજરાતીમાં" - સાદી ભાષામાં

Visit Our Website : http://electrotutor.thinkific.com/ (વેબસાઈટ દરરોજ અપડેટ થાય છે.)




આર્મેચર રીએક્શન શું છે?

આર્મેચર ફિલ્ડની મેઈન ફિલ્ડ પર થતી અસરને આર્મેચર રીએક્શન કહે છે.

સાદી ભાષામાં સમજીએ તો,

ડીસી મશીન ના મુખ્ય બે ભાગ છે.૧. આર્મેચર ૨. ફિલ્ડ
(ડી.સી મશીન એટલે ડી.સી મોટર અથવા ડી.સી જનરેટર )

આર્મેચર એટલે વાહકોનો સમૂહ.

જો મોટર હોય તો બહારથી ડીસી સપ્લાય આર્મેચર ને આપવામાં આવે છે અને જો જનરેટર હોય તો ડી.સી સપ્લાય આર્મેચર માં થી મેળવામાં આવે છે .

ફિલ્ડ એટલે ચુંબક.

ખરેખરમાં એક પોલ (એક પ્રકારનો લોખંડનો ટુકડો ) ઉપર કોપર નો વાયર વીટાળીને જયારે ડીસી સપ્લાય અપવામાં આવે છે ત્યારે તે સોલેનોઈડ (ઇલેકટ્રો-મેગ્નેટ) તરીકેનું કાર્ય કરે છે.નાના ડી.સી મશીન માં પરમેનેન્ટ મેગ્નેટ નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

હવે ડી.સી મોટર વિશે સમજીએ ,

જયારે મોટરના આર્મેચરને સપ્લાય આપવામાં આવે છે ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ (કરંટ) પસાર થાય છે . જેના કારણે આર્મેચર ની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે.

હવે આ ચુંબકીય ક્ષેત્ર મેઈન ફિલ્ડ ના ચુંબકીય ક્ષેત્ર ની અસર હેઠળ આવે છે. આમ બે ચુંબકીય ક્ષેત્ર ના પરિણામ સ્વરૂપે આર્મેચર પર બળ લાગે છે તેથી આર્મેચર ગોળ ગોળ ફરવાનું શરુ કરે છે. આમ મોટરને (હકીકતમાં આર્મેચરને ) સપ્લાય આપતા મોટર ગોળ ફરે છે તેમ કેહવામાં આવે છે .

રસપ્રદ વાત તો એ છે કે જયારે મોટર ફરવાનું શરુ કરે છે ત્યાર બાદ તે હવે જનરેટર તરીકે નું પણ કાર્ય કરે છે ! નવાઈ લાગે છે ને ? !!!

ચાલો આગળ સમજીએ હવે આર્મેચર રીએક્શન ...

પણ તે પહેલા આપણે જનરેટરનું કાર્ય સમજવું પડશે.

જયારે કોઈ વાહક ચુંબકીય ક્ષેત્ર માં ફરતો હોય છે ત્યારે તેમાં ઈ.એમ.એફ (વોલ્ટેજ પણ કહી શકાય.) પેદા થાય છે. અને તેને લોડ સાથે જોડતા તેમાં થી કરંટ નું વહન થાય છે આમ તે જનરેટર તરીકે નું કાર્ય કરે છે .

જયારે કોઈ મોટરને સપ્લાય આપીએ છે ત્યારે તેના વાહકો (આર્મેચર) ચુંબકીય ક્ષેત્ર માં ફરે છે તેથી હવે તેમાં પણ જનરેટરની જેમ ઈ.એમ.એફ ( વોલ્ટેજ પણ કહી શકાય.) પેદા થાય છે. જે આપેલા વોલ્ટેજ ની વિરુદ્ધ દિશામાં મળે છે તેથી તેને બેક ઈ.એમ.એફ પણ કહેવામાં આવે છે.

પરંતુ અહી ખાસ નોધવું કે આ જનરેટરમાં (ખરેખરમાં મોટર છે પરંતુ વાહક માં ઈ.એમ.એફ પેદા થયો છે તેથી જનરેટર કીધું છે.) ઈ.એમ.એફ ના કારણે પેદા થયેલો કરંટ પ્રમાણ માં ઓછો છે તેથી તેનું ચુંબકીય ક્ષેત્ર મેઈન ફિલ્ડના ચુંબકીય ક્ષેત્ર કરતા ઘણું ઓછુ હોય છે.

હવે આ આર્મેચર દ્વારા પેદા થયેલી મેગ્નેટિક ફિલ્ડ મેઈન મેગ્નેટિક ફિલ્ડને (મેગ્પોનેટિક પોલ )નબળી બનાવે છે જેથી જો મોટર હોય તો પ્રમાણ માં ઓછો ટોર્ક પેદા થાય છે અને જો જનરેટર હોય તો ઓછો ઈ.એમ.એફ પેદા થાય છે.(આર્મેચર રીએક્શન મોટર અને જનરેટર બંનેમાં જોવા મળે છે .) કારણકે મેઈન ફિલ્ડ નબળી થઇ ગઈ છે .

આ અસર ને દુર કરવા અથવા ઓછી કરવા ઇન્ટર પોલ ની વ્યવસ્થા કરવામાં આવે છે.જે મેઈન મેગ્નેટિક ફિલ્ડ ને નબળી થવા દેતું નથી .

જો આર્મેચર ફિલ્ડ મેઈન ફિલ્ડ ની તાકાત ઓછી કરી દે તો તેને ડીમેગ્નેટીઝીગ (Demagnetizing) થયું કેહવાય .
જો આર્મેચર ફિલ્ડ મેઈન ફિલ્ડ ની તાકાત ને બીજી દિશામાં વાળી દે તો તેને ક્રોસ મેગ્નેટીઝીગ (Cross magnetizing) થયું કેહવાય .


મિત્રો એક કલ્પના કરી જુવો ,
એક મોટું મેગ્નેટ છે જે ૧૦૦૦ ખીલી ઉપાડી શકે છે તેની સામે એક નાનું મેગ્નેટ મુકવામાં આવે છે જે તેની મેગ્નેટિક શક્તિ ને નબળી કરે છે જેથી તે હવે ૮૦૦ જ ખીલી ઉપાડી શકે છે .જો આપણે એક ત્રીજું મેગ્નેટ લાવીએ જે બીજા નંબર ના મેગ્નેટ ની અસર દુર કરી દે તો ફરી થી પેહલું મેગ્નેટ ૧૦૦૦ ખીલી ઉપાડી શકશે .

અહી પેહલું મેગ્નેટ એટલે મેઈન ફિલ્ડ .
અહી બીજું મેગ્નેટ એટલે આર્મેચર ફિલ્ડ.
અહી ત્રીજું મેગ્નેટ એટલે ઇન્ટર પોલ .

અને આમ આર્મેચર ફિલ્ડની મેઈન ફિલ્ડ પર થતી અસરને આર્મેચર રીએક્શન કહે છે.


છે ને સાવ સરળ !


હવે પછીના ટોપિક ...

ડી.સી. કોમ્યુટેશન
ડી.સી. સ્ટાર્ટર
ડી.સી જનરેટરનું ઈ.એમ .એફ સમીકરણ
ડી.સી મોટરનું ટોર્ક સમીકરણ
ટ્રાન્સફોર્મરનું ઈ.એમ.એફ સમીકરણ
લેપ વાઇન્ડીંગ અને વેવ વાઇન્ડીંગ

નોધ: જો વિધ્યાર્થીઓ નો પ્રતિસાદ સારો મળશે તો અન્ય બ્રાંચ જેવી કે મીકેનીકલ ,સિવિલ ,કોમ્પ્યુટર ,આઈ.ટી અને ઓટોમોબાઈલ એન્જિનિરીંગ ના ટોપિક પણ મુકવામાં આવશે.

ગુજરાતી વિધ્યાર્થીઓને મદદરૂપ થવાનો એક નમ્ર પ્રયાસ.

આપના સૂચનો અમને કમેન્ટ દ્વારા અથવા ઈમેલ દ્વારા મોકલી શકો છો.

Email: help.electrotutor@gmail.com (48 કલાક માં જવાબ મળશે)

આકાશ સર,
Electro Tutor,
Raopura, Vadodara.

5 comments:

  1. Dear friends, tmne kyo next topic sikhavo che hve?

    ReplyDelete
  2. Replies
    1. Sir P.E subject simple & saral language ma.

      Delete
    2. Ok, if one more comment on Euler's equation then I will make it.

      Delete
    3. Please specify the topic name for power electronic subject.I need one more commnent than I will make it.

      Delete